ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 24, 2025 7:52 પી એમ(PM) | ભારતરત્ન

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભારતરત્ન કર્પુરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભારતરત્ન કર્પુરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા હતા, અને તેમણે અનામતનો અમલ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે કર્પુરી ઠાકુરે તેમનું સમગ્ર જીવન સામાજિક ન્યાય માટે સમર્પિત કર્યું અને આ દિશામાં ઘણા પ્રયત્નો કર્યા. તેમણે ઉમેર્યું કે શ્રી ઠાકુરના જીવન અને આદર્શો દેશની દરેક પેઢીને પ્રેરણા આપતા રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.