ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ ક્ષેત્રને ગ્રામીણ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે, ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તનથી વિકસિત દેશ બનવાનો માર્ગ મોકળો થશે. નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રે ચૌધરી ચરણસિંહ પુરસ્કાર, 2024ના વિજેતાઓ સાથે સંવાદ કરતાં શ્રી ધનખડે આ મુજબ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, ખેડૂતો અને તેમના પરિવારો માર્કેટિંગ, મૂલ્યવર્ધન અને આત્મનિર્ભર બનવા ગ્રામ્ય અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
ઉપરાષ્ટ્રપતિએ ચૌધરી ચરણ સિંહના ગ્રામીણ વિકાસ, ખેડૂત કલ્યાણ અને સર્વસમાવેશક વિકાસ પર ભાર મૂકતા તેમના અસાધારણ યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે સાંસદોમાં જનતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ ચૌધરી ચરણસિંહને શ્રધ્ધાંજલિ આપી હતી.
Site Admin | ડિસેમ્બર 23, 2024 2:22 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ ક્ષેત્રને ગ્રામીણ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે, ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તનથી વિકસિત દેશ બનવાનો માર્ગ મોકળો થશે
