ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.
આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
ઉપરાષ્ટ્રપતિ ડોકમરડી ઓડિટોરિયમમાં પશ્ચિમ ક્ષેત્રના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા યોજાયેલ જાહેર સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દિવમાં તેમણે પંચાયત, નગરપંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ખુખરી જહાજ અને દિવ કિલ્લાની મુલાકાત કરી હતી..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.