ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 20, 2024 7:25 પી એમ(PM) | ઉપરાષ્ટ્રપતિ

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત છે.
આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 2.40 હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભ્યારણની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રની મુલાકાત લીધી.
શ્રી ધનખડે બપોર બાદ એન્જીનીયરીંગ કોલેજ અને ફેશન ડીઝાઈનીંગ કોલેજ તેમજ રીંગણવાડા સરકારી શાળાની મુલાકાત લીધી હતી અને બાળકોને મળ્યા હતા. રાજ્યના પ્રશાસક પ્રફુલ પટેલ દમણના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યોને મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ દમણના સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્યોને દિલ્હીમાં જૂની અને નવી સંસદની ઇમારતોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
આવતીકાલે શ્રી ધનખડ સિલ્વાસા, દાદરા અને નગર હવેલીમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ડોકમરડી ઓડિટોરિયમ ખાતે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.