ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર ખાતે સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ યાત્રા પૂર્ણ થશે. આ એકતાયાત્રાના પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન ઉપસ્થિત રહેશે.સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા 26ના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી. 11 દિવસ ચાલેલી આ યાત્રા આણંદ ઉપરાંત વડોદરા, નર્મદા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરી કેવડિયા પહોંચી છે. આ એકતા પદયાત્રા વિશેષ બની રહી છે. ગાંધીજી સાથે જોડાયેલી દાંડી માર્ચ બાદ સરદાર સાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઇચારા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે.ગત 26મી નવેમ્બરથી શરૂ થયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા આજે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન થશે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનની ઉપસ્થિતીમાં આ રાષ્ટ્રીય પદયાત્રા સંપન્ન થશે. ત્યારે આ યાત્રા ગઇકાલે નર્મદા જિલ્લાના ભાણદ્રા ખાતે પહોંચી હતી. આ પ્રસંગે પદયાત્રામાં ઉપસ્થિતિ કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા, એ જ આપણી સૌથી મોટી શક્તિ છે.
Site Admin | ડિસેમ્બર 6, 2025 9:53 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આજે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું સમાપન થશે