ડિસેમ્બર 6, 2025 9:33 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આજે ગુજરાતનાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું સમાપન થશે

ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કરમસદથી નીકળેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પૂર્ણ થશે. આ પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય એકતા પદયાત્રા 26 નવેમ્બરના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી. 11 દિવસ ચાલેલી આ યાત્રા આણંદ ઉપરાંત વડોદરા, નર્મદા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરી કેવડિયા પહોંચી છે. આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઇચારા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે.ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે ગુજરાતની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી આજે પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવશે. મુલાકાત દરમિયાન, તેઓ એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે