ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે દેશના યુવાનો નશામુક્ત, સ્વસ્થ અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત હશે.
ઉપરાષ્ટ્રપતિએ આજે દિલ્હી યુનિવર્સિટીના માદક પદાર્થ મુક્ત કેમ્પસ અભિયાનને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે માદક પદાર્થનું સેવન કરવું એક સામાજિક પડકાર, જાહેર આરોગ્ય ચિંતા અને દેશના વસ્તી વિષયક લાભ માટે ખતરો છે.
શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે આ સમયે દરેક વ્યક્તિ માટે માદક દ્રવ્યોથી દૂર રહેવું અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે માદક દ્રવ્યનો દુરુપયોગ સામે અવાજ ઉઠાવવાની અને તેના ઉપયોગ વિશે જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
Site Admin | જાન્યુઆરી 13, 2026 2:15 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે દેશના યુવાનો નશામુક્ત, સ્વસ્થ અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત હશે