જમ્મુ અને કાશ્મીરમાં, ઉધમપુર જિલ્લામાં આજે સર્ચ ઓપરેશન બાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક જવાન શહીદ થયા છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન ડુડુ-બસંતગઢ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. જ્યારે શંકાસ્પદ સ્થળ પર છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો સલામતી દળોએ જવાબ આપતા અથડામણ થઇ હતી.. હાલમાં અભિયાન ચાલી રહ્યું છે.
Site Admin | એપ્રિલ 24, 2025 3:18 પી એમ(PM)
ઉધમપુરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ
