ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દેશની આયાત અને નિકાસના તફાવતને ઘટાડવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો. મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના બીજા દિવસે આજે ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા ગુણવત્તા ઉત્કૃષ્ટતા – વિકસિત ગુજરાત વિકસિત ભારત તરફના પ્રવાસ અંગે યોજાયેલા પરિસંવાદને સંબોધતા શ્રી રાજપૂતે આ મુજબ જણાવ્યું. તેમણે ઉત્પાદનની ગુણવત્તામાં મૂલ્યવર્ધનની જરૂરિયાત અંગે વાત કરી.
આ પરિસંવાદમાં ભારતીય ગુણવત્તા પરિષદ અને સેન્ટર ફૉર ઍન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ વચ્ચે કૌશલ્ય વિકાસ અંગે સમજૂતી કરાર થયા હતા.
Site Admin | ઓક્ટોબર 10, 2025 2:59 પી એમ(PM)
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દેશની આયાત અને નિકાસના તફાવતને ઘટાડવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો.