જુલાઇ 22, 2025 7:05 પી એમ(PM)

printer

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્યમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી આપી

રાજ્યમાં રોકાણ કરનાર 15 મોટા એકમોને મંજૂરી અપાઈ. ગાંધીનગર ખાતે મોટા ઉદ્યોગોને અંતિમ પાત્રતા પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠકમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ કે આ 15 નવા ઉદ્યોગો રાજ્યમાં કુલ એક હજાર કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ કરશે; જેનાથી અંદાજે 3 હજાર 697 જેટલી નવી રોજગારીનું પણ સર્જન થશે. રાજ્યમાં આવનાર આ ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય માટે ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના’ હેઠળ મંજૂરી અપાઈ છે.
આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં એક લાખ 48 હજાર કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ અને એક લાખ 65 હજાર કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે.