ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ- DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા 2024ના અંત સુધીમાં 1 લાખ 57 હજાર હતી. લોકસભામાં એક પ્રશ્નનાં લેખિત જવાબમાં વિગતો આપતા, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે જણાવ્યું હતું કે સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની 2016માં સ્થાપના થઈ ત્યારથી તેના અસરકારક અમલીકરણ માટે ઘણી પહેલ કરી છે. એક અન્ય પ્રશ્નના જવાબમાં, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નિકાસ પ્રોત્સાહનની વિકેન્દ્રીકરણ પ્રવૃત્તિઓના ભાગ રૂપે દેશભરના 590 જિલ્લાઓ માટે જિલ્લા નિકાસ કાર્ય યોજનાઓ તૈયાર કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 8:05 પી એમ(PM)
ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ- DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા 2024ના અંત સુધીમાં 1 લાખ 57 હજાર હતી
