રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, ભારત અને બ્રિટન વચ્ચે થયેલા C.E.T.A. એટલે કે, વ્યાપક મુક્ત વેપાર કરાર થકી રાજ્યના પ્લાસ્ટિક, કાપડ, રસાયણ વગેરે જેવા ઉદ્યોગો તેમજ નિકાસકારોને ઘણો લાભ થશે. રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ, વિદેશ વેપાર મહા-નિર્દેશાલય તથા ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ G.C.C.I.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારને સંબોધતા તેમણે આ વાત કહી.
શ્રી રાજપૂતે ફૂડપાર્ક માટેના સમજૂતી કરાર અંગે વાત કરી અને લૉજિસ્ટિક ખર્ચ ઘટાડવા સરકારના પગલાં વિશે માહિતી આપી.
આ પ્રસંગે G.C.C.I.ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે આ કરારને બ્રિટન સાથે ભારતના જોડાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું અને તેમણે ભારત દ્વારા બ્રિટનમાં થતી 99 ટકા નિકાસ માટે અભૂતપૂર્વ ડ્યુટીમુક્ત ઍક્સેસ પર ખાસ ભાર મૂક્યો.
તેમણે ઉમેર્યું, તે વેપાર મૂલ્યના અંદાજે 100 ટકાને આવરી લેશે અને તેના થકી કાપડ, દરિયાઈ ઉત્પાદનો, લેદર, ફૂટવૅર, રમતગમતના સામાન, રમકડાં, રત્નો અને ઘરેણાં વગેરે વિવિધ ઉદ્યોગ માટે નિકાસની અનેક નવી તકનું સર્જન થશે.
Site Admin | જુલાઇ 30, 2025 11:30 એ એમ (AM)
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારથી રાજ્યના ઉદ્યોગ અને નિકાસકારોને ઘણો લાભ થશે.
