ઉત્તર રેલવે દ્વારા હોળીના પર્વ નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે 400થી વધુ વિશેષ ટ્રૅન દોડાવવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં આજે ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું, પ્રવાસીઓની સુવિધા માટેની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું,નવી દિલ્હી, આનંદ વિહાર અને હઝરત નિઝામુદ્દીન રેલવેમથક પર પ્રવાસીઓ માટે સુરક્ષા વ્યવસ્થા, મિની કન્ટ્રૉલ રૂમ અને પ્રતિક્ષા ખંડ બનાવાયો છે. જરૂર પડશે તો વધુવિશેષ ટ્રેન દોડાવવાની પણ તૈયારી હોવાનું શ્રી ઉપાધ્યાયે ઉમેર્યું હતું.
Site Admin | માર્ચ 10, 2025 5:53 પી એમ(PM)
ઉત્તર રેલવે દ્વારા હોળીના પર્વ નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે 400થી વધુ વિશેષ ટ્રૅન દોડાવવામાં આવી રહી છે
