જૂન 8, 2025 1:52 પી એમ(PM)

printer

ઉત્તર રેલવેએ કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનોનું વ્યવસાયિક સંચાલન શરૂ કર્યુ.

ઉત્તર રેલ્વેએ કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનોનું વ્યવસાયિક સંચાલન શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છ જૂને કટરાથી લીલી ઝંડી ફરકાવી આ ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું.
વંદે ભારત આ ટ્રેન કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે રેલવે વ્યવહાર દ્વારા જોડે છે. ટ્રેન શરૂ થતાં મુસાફરોએ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, તેઓ ટ્રેન દ્વારા કાશ્મીરની મુસાફરી કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.