ડિસેમ્બર 21, 2025 2:31 પી એમ(PM)

printer

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાની સેવાઓ ઉપર અસર – મુસાફરોને એરપોર્ટ પરથી સમયપત્રકની માહિતી મેળવીને મુસાફરી કરવા અપીલ

ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ધુમ્મસની સ્થિતિ દૃશ્યતાને અસર કરી રહી છે અને પસંદગીના એરપોર્ટ પર ઉડ્ડયનો ઉપર અસર થઇ શકે છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુસાફરોને સમયપત્રકની છેલ્લી ઘડીની માહિતી તપાસીને મુસાફરી કરવા અપીલ કરી છે. મુસાફરોની સહાય માટે એરપોર્ટ પર મુસાફરો સહાય ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી મુસાફરી સહાય પૂરી પાડી શકાય.