ઉત્તર ભારતનાં પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા સાથે તીવ્ર ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ કાશ્મીરનાં પર્યટન સ્થળો ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગાંવમાં નવેસરથી બરફવર્ષા થઈ હતી. ગુલમર્ગમાં આજે વહેલી સવારે તાપમાન માઇનસ નવ અને પહેલગાંવમાં માઇનસ 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં માઇનસ 3.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.
ઉત્તરાખંડમાં મોસમની પ્રથમ બરફવર્ષાની સાથે ચમોલી, ચંપાવત, ઉત્તરકાશી અને દહેરાદૂન જેવા ઉંચાઈવાળા વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. સાથે સાથે સવારે અને રાત્રે મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે.
હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષાથી કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. પર્યટન સ્થળ મનાલી, કુફરી અને નારકંડા સહિત રાજ્યનાં નવ શહેરોનું તાપમાન માઇનસમાં નોંધાયું હતું.
Site Admin | ડિસેમ્બર 9, 2024 2:17 પી એમ(PM)
ઉત્તર ભારતનાં પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા સાથે તીવ્ર ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે
