ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ રેકોર્ડમાં જાતિ આધારિત રાજકીય રેલીઓ, જાહેર પ્રદર્શનો અને જાતિ સંબંધિત પ્રતીકો પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે તેને જાહેર વ્યવસ્થા અને રાષ્ટ્રીય એકતા માટે ખતરો ગણાવ્યો હતો. કાર્યકારી મુખ્ય સચિવ દીપક કુમાર દ્વારા તમામ જિલ્લા અધિકારીઓ, સચિવો અને પોલીસ વડાઓને જારી કરાયેલ આ નિર્દેશ, અલ્હાબાદ વડી અદાલતના 16 સપ્ટેમ્બરના આદેશને અનુસરે છે.
અદાલતે અવલોકન કર્યું કે પોલીસ સ્ટેશનોમાં નોટિસ બોર્ડ ઘણીવાર આરોપીઓની જાતિ દર્શાવે છે કેટલાક સાઇનબોર્ડ જાતિનો મહિમા કરે છે અને ચોક્કસ ભૌગોલિક વિસ્તારોને જાતિ આધારિત વિસ્તારો અથવા વસાહતો તરીકે જાહેર કરે છે.
અદાલતે સરકારને આવા ચિહ્નો દૂર કરવા અને ઑનલાઇન જાતિ આધારિત સામગ્રી સામેના નિયમો મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આદેશમાં જણાવાયું છે કે સરકાર જાતિ આધારિત ભેદભાવને દૂર કરવાનો હેતુ ધરાવે છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 1:53 પી એમ(PM)
ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ રેકોર્ડમાં જાતિ આધારિત રાજકીય રેલીઓ, જાહેર પ્રદર્શનો અને જાતિ સંબંધિત પ્રતિકો પર પ્રતિબંધ મૂક્યો