ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 7:39 પી એમ(PM)

printer

ઉત્તર પ્રદેશ સરકારની એક ખાસ કેબિનેટ બેઠક આજે પ્રયાગરાજ ખાતે યોજાઈ હતી

ઉત્તર પ્રદેશ સરકારની એક ખાસ કેબિનેટ બેઠક આજે પ્રયાગરાજ ખાતે યોજાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં અરૈલ વિસ્તારનાત્રિવેણી સંકુલ ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજ્ય સરકારના તમામ 54 મંત્રીઓ હાજર રહ્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, રાજ્યના જન કલ્યાણ અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક બાદ મીડિયાને સંબોધતા મુખ્યમંત્રીયોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, સરકારે જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ હાથરસ, બાગપત અને કાસગંજમાં મેડિકલ કોલેજોના નિર્માણને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, પ્રયાગરાજ,વારાણસી અને આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મ્યુનિસિપલ બોન્ડજારી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી આદિત્યનાથે કહ્યું કે, આ બોન્ડ શહેરી માળખાગત સુવિધાઓ વધારવા અને આ શહેરોમાં ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા માટે ભંડોળ ઊભું કરશે. મુખ્યમંત્રીએ પ્રયાગરાજથી આસપાસના જિલ્લાઓ અને અન્ય પ્રદેશો સાથે જોડાણ વધારવા સંબંધિત પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી.બાદમાં, મુખ્યમંત્રીઅને મંત્રી પરિષદના સભ્યોએ ધાર્મિક વિધિઓ કરી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાનકર્યું હતું.