ડિસેમ્બર 18, 2025 9:18 એ એમ (AM)

printer

ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ગાઢ ધુમ્મસને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ગાઢ ધુમ્મસને કારણે રેડ એલર્ટ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં શનિવાર સુધી સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં પણ ધુમ્મસ રહેવાની ધારણા છે. પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવતીકાલ સુધી ઠંડીનું મોજું યથાવત રહી શકે છે. હવામાન વિભાગે આ મહિનાની 23 તારીખ સુધી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. આગામી બે દિવસમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. જેથી દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું કે, દિલ્હીના પેટ્રોલ પંપ પર માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર વિનાના વાહનોને ઇંધણ આપવામાં આવશે નહીં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.