ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ગઈકાલે સાંજે ખાણ ધસી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક ડઝનથી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRF, SDRF અને સ્થાનિક વહીવટીતંત્રની બચાવ ટીમો ફસાયેલા કામદારોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. એડિશનલ DGP, પિયુષ મોરડિયાએ મીડિયાને માહિતી આપી હતી કે ઓબ્રાના બિલ્લી માર્કુંડી ગામમાં કૃષ્ણા ખાણની અંદરની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે કામદારો ફસાઈ ગયા હતા. મૃતકનો મૃતદેહ મળી આવ્યો છે.
Site Admin | નવેમ્બર 16, 2025 2:07 પી એમ(PM)
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ખાણ ધસી પડતાં એક વ્યક્તિનું મોત એક ડઝનથી વધુ લોકો ફસાયા.