ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 12, 2025 1:55 પી એમ(PM)

printer

ઉત્તર પ્રદેશના લખનૌમાં બસ પલટી જતાં પાંચના મોત

ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના કાકોરી વિસ્તારમાં બસ પલટી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે મોડી સાંજે હરદોઈ જિલ્લાથી આવી રહેલી બસે કાબુ ગુમાવ્યો હતો અને પાણીના ટેન્કર સાથે અથડાઈને 20 ફૂટ ઊંડી ખાડામાં ખાબકી હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે સ્થળ પર રસ્તાનું બાંધકામ ચાલી રહ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવા જણાવ્યું છે.