ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં લોકબંધુ હોસ્પિટલના બીજા માળે ગઈકાલે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સરકિટને કારણે લાગેલી આ આગને કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. પરંતુ હોસ્પિટલના સ્ટાફની સતર્કતાને કારણે અતિગંભીર સહિતના 200 જેટલા દર્દીઓને તાત્કાલિક સલામત રીતે અન્ય સ્થળે ખસેડી લેવાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગની ઘટનામાં તાત્કાલિક પગલાં લઇને કોઇ નુકસાન ન થાય તે રીતે તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી. તમામ અસરગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક તબીબી સહાય મળે તેવી વ્યવસ્થઆ કરવા તેમણે આદેશ કર્યો હતો..ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અધિકારીઓને સૂચના આપી હતી.જ્યારે ઉત્તર પ્રદેશના આરોગ્ય સચિવ પાર્થ સારથી સેન શર્માએ માહિતી આપી હતી.મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. અજય શંકર ત્રિપાઠીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ આ અંગેની તલસ્પર્શી તપાસ કરાશે
Site Admin | એપ્રિલ 15, 2025 9:30 એ એમ (AM)
ઉત્તર પ્રદેશના લખનઉની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં બસોથી વધુ દર્દીઓને હેમખેમ સલામત સ્થળે ખસેડાયા..કોઇ જાનહાની નહી