જુલાઇ 18, 2024 8:12 પી એમ(PM) | ઉત્તર પ્રદેશ

printer

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં થયેલ રેલ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 2 મુસાફરોના મોત થયા છે, જ્યારે 20 ઘવાયા છે

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં થયેલ રેલ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 2 મુસાફરોના મોત થયા છે, જ્યારે 20 ઘવાયા છે. ગોન્ડા ગોરખપુર માર્ગ પર માન્કાપુર સ્ટેશન નજીક, ચંદીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસના છ ડબ્બા ખડી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના વિશે માહિતી મળતા જ રેલવે પ્રશાસનના અધિકારી તેમજ બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતને કારણે આ માર્ગ પર આવતી ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે, જે અનુસાર લખનઉ માટે 8957409292 અને ગોંડા માટે 8957400965 નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.