નવેમ્બર 14, 2025 9:50 એ એમ (AM)

printer

ઉત્તર-પૂર્વના પવનના કારણે રાજ્યના પૂર્વ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો

આગામી સાત દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસે જણાવ્યું, હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ભેજમાં વધારો થવાથી રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં તાપમાન યથાવત રહ્યું છે, જ્યારે ઉત્તર-પૂર્વના પવનના કારણે રાજ્યના પૂર્વ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.