આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. આજે નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ સિવાયના તમામ અને પૂર્વ મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની શક્યતા છે.ત્યારે 18 થી 20 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે. દાસે જણાવ્યુ હતું.કેટલાક દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગઇકાલે જુનાગઢ, અમરેલી, ગોંડલ, બનાસકાંઠા બાદ અમદાવાદમાં વરસાદ પડ્યો.અમરેલીના ધારીમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પાણીની વધુ આવક થઈ. મોરબી જિલ્લાના વાંકાનેરમાં બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.દ્વારકા અને કચ્છ જિલ્લાના અબડાસા નખત્રાણા અને લખપતમાં પણ વરસાદ વરસ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 16, 2025 9:09 એ એમ (AM)
ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી