ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 9, 2025 9:03 એ એમ (AM)

printer

ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં માત્ર નવ તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 64 ટકા જેટલો વરસાદ થયો છે. દરમિયાન સૌથી વધુ સરેરાશ 68 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સાથે જ હાલ 30 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. બીજી તરફ, 12 ઑગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
દરમિયાન હવામાન વિભાગે આગામી 15 ઑગસ્ટ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર—કચ્છના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદની સંભાવના છે.