ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસાદ વરસી રહ્યો છે. 100થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના વિજયનગરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મહીસાગરના બાલાસિનોરમાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
દરમિયાન આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે.  ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે આજે ઉંચા મોજા ઊછળવાની શક્યતા છે. જેને લઈ ભારતીય રાષ્ટ્રીય દરિયાઇ માહિતી સેવા કેન્દ્ર દ્વારા હાઈવેવ એલર્ટ આપી લોકોને દરિયાની નજીક ન જવા અને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 2:51 પી એમ(PM)
ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસી રહ્યો છે વરસાદ….
 
		 
									 
									 
									 
									 
									