સપ્ટેમ્બર 19, 2025 7:34 પી એમ(PM)

printer

ઉત્તર ગુજરાત-કચ્છ સિવાયના વિસ્તારોમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત છે.દરમ્યાન ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.
હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યુ હતું કે, આગામી 4 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.