આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આ સાથે જ, આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ જણાવ્યું હતું.બીજીતરફ રાજ્યમાં ગઇકાલે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 76 તાલુકાઓમં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો જેમાં ભાવનગરમાં બે ઇંચ જેટલો જ્યારે પ્રાંતિજમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 4, 2025 9:39 એ એમ (AM)
ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર