રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 39 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દાહોદ જીલ્લાના ફતેપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે પણ અમદાવાદ સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે.આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિકએ જણાવ્યું હતું.
Site Admin | જુલાઇ 19, 2025 9:26 એ એમ (AM)
ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 39 તાલુકાઓમાં વરસાદ