બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લામાં ડેરી સહકારી મંડળીઓમાં આવેલા પ્રસંસ્કરણ ક્ષમતા અને અદ્યતન સુવિધાને કારણે રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ડેરી ક્ષેત્રે આ નોંધપાત્ર પરિવર્તનના કારણે ઉત્તર ગુજરાત ગ્રામીણ આજીવિકા અને વિકાસનું શક્તિશાળી માધ્યમ બન્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સાકાર થયેલું આ ડેરી મોડેલ બેચરાજીમાં થનારી આગામી વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં પ્રદર્શિત થશે.
ઍશિયાની અગ્રણી ડૅરી સહકારી મંડળી બનાસ ડેરી સૌથી વધુ 21 હજાર કરોડની વાર્ષિક આવક ધરાવે છે. જ્યારે મહેસાણાની દૂધસાગર ડેરીની આઠ હજાર 54 કરોડ રૂપિયાની વાર્ષિક આવક સાથે પ્રતિદિવસ 33 લાખ 50 હજારથી વધુ લિટર દૂધ ઉત્પાદનની ક્ષમતા છે. ઉત્તર ગુજરાતના આધારસ્તંભ સમાન સાબર ડેરી પાસે આઠ હજાર 900 કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક આવક સાથે 33 લાખ 53 હજાર લિટર પ્રતિદિવસ દૂધ ઉત્પાદનની ક્ષમતા છે. આ ત્રણેય સહકારી મંડળીઓ દર્શાવે છે કે, ઉત્તર ગુજરાતના ડેરી મૉડેલે ખેડૂતોને બજાર સાથે જોડવામાં મોટો ફાળો આપ્યો છે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 7:18 પી એમ(PM)
ઉત્તર ગુજરાતની સહકારી શક્તિ-એ ગામડાથી વૈશ્વિક બજાર સુધી વિશેષ પહોંચ બનાવી