ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજથી સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિષદનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે. આ પરિષદમાં ડેરી અને ખાદ્ય પ્રસંસ્કરણ, કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગો, ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, નવીનીકરણીય ઉર્જા અને પર્યટન સહિતના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ ભારત @2047 ના વિઝન હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ્ય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને રાજ્યના દરેક ક્ષેત્રમાં લઈ જવાનો છે.
Site Admin | ઓક્ટોબર 9, 2025 6:32 એ એમ (AM)
ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજથી સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ શરૂ થશે