ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 8, 2024 2:35 પી એમ(PM) | ત્રાસવાદી

printer

ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં સોપોર વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા

ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં સોપોર વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર ઝોનના પોલિસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જિલ્લાનાં પાણીપોરા સોપોરમાં ત્રાસવાદીઓની હાજરી હોવાની મળેલી બાતમીને પગલે ગઈ રાત્રિએ સલામતી દળોએ સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. સલામતી દળો છુપા સ્થળે પહોંચ્યા ત્યારે ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઘટના સ્થળેથી સંડોવણીજનક દસ્તાવેજો, શસ્ત્ર સરંજામ જપ્ત કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ અભિયાન ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
દરમિયાન, કિશ્તવર જિલ્લામાં ગુરૂવારે ગ્રામ સંરક્ષણ સમિતીના બે સભ્યોની હત્યાને ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાએ વખોડી કાઢી છે.