જાન્યુઆરી 11, 2026 6:45 પી એમ(PM)

printer

ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દ્વારા લોકોને હાઈ-વૉલ્ટેજ ઑવરહેડ એટલે કે, ઉપરથી પસાર થતા તારથી દૂર રહેવા અપીલ કરી

ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દ્વારા લોકોને હાઈ-વૉલ્ટેજ ઑવરહેડ એટલે કે, ઉપરથી પસાર થતા તારથી દૂર રહેવા અપીલ કરી છે. સત્તાવાર યાદી મુજબ, અમદાવાદ મંડળના તમામ રેલખંડમાં રેલવેલાઈન પર 25 હજાર વૉલ્ટના ઑવરહૅડ ઇલેક્ટ્રિક હાઈ-વૉલ્ટેજ તાર સ્થાપિત છે.
જો પતંગ કે દોરી આ તારમાં ફસાય તો તેને કાઢવા માટે કોઈ પણ પ્રકારની છડી, લાકડી કે સાધનનો ઉપયોગ ન કરવા જણાવાયું છે. તેમજ બાળકો પતંગ પકડવાની લાલચમાં રેલવે ટ્રૅક તરફ ન જાય તે માટે માતાપિતાને ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.