જાન્યુઆરી 13, 2026 7:14 પી એમ(PM)

printer

ઉત્તરાયણની સંધ્યાએ પતંગ અને દોરાની ખરીદી કરવા બજારમાં ભીડ જામી – બે દિવસ સારો પવન રહેવાની હવામાન વિભાગની આગાહી

ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ આજે રાજ્યભરમાં પતંગ અને દોરીની બજારમાં ખરીદી કરવા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.
દરમિયાન હવામાન વિભાગના નિદેશક ડૉક્ટર એ. કે. દાસે, ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં સારો પવન રહેવાની આગાહી કરી છે. તેમણે કહ્યું ઉત્તરાયણ પર્વમાં પવનની ગતિ પાંચથી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
બીજી તરફ, રાજ્યમાં આગામી 48 કલાક બાદ ઠંડીનું જોર ફરી વધી શકે છે. હાલ 7.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.