જાન્યુઆરી 10, 2026 9:28 એ એમ (AM)

printer

ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને બચાવવા રાજ્યમાં આજથી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનનો આરંભ

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં આજથી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘કરૂણા અભિયાનનો આરંભ થયો હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 જેટલા કંટ્રોલરૂમ તથા 480થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓના સારવાર-બચાવ કાર્ય માટે કાર્યરત કરાયા છે. સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીએ પતંગબાજોને અપીલ કરી છે.