ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 108ની ટુકડીને એક હજાર 725 જેટલા કટોકટીના કેસ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 269 જેટલા કેસ વધુ નોંધાયા છે. અમદાવાદમાં પણ 34 વર્ષીય એક યુવક પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હૉસ્પિટલ ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી રાજ્યભરમાં આગામી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા અને શહેર સ્તરે પક્ષીઓના બચાવ અને સારવાર માટેના આ અભિયાનમાં રાજ્યભરમાંથી 41 જેટલી સામાજિક સંસ્થા – NGO જોડાઈ છે.
Site Admin | જાન્યુઆરી 14, 2026 3:46 પી એમ(PM)
ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી.