નવેમ્બર 3, 2025 1:39 પી એમ(PM)

printer

ઉત્તરાખંડ વિધાનસભાના વિશેષ સત્રને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંકોના અનેક પરિમાણોમાં સુધારો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડ રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, સર્વાંગી વિકાસ પ્રયાસોના પરિણામે, રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંકોના અનેક પરિમાણોમાં સુધારો થયો છે. સાક્ષરતા દરમાં વધારો થવા પર ખુશી વ્યક્ત કરતા શ્રી મુર્મુએ કહ્યું કે, રાજ્યમાં મહિલા શિક્ષણનો વ્યાપ વિસ્તર્યો છે. તેમજ માતૃત્વ અને શિશુ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે, અને સરકાર આરોગ્યસંભાળ સેવાઓને વધુ સુલભ બનાવવાના પ્રયાસો કરી રહી છે.
શ્રી મુર્મુએ કહ્યું કે, ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પરથી આધ્યાત્મિકતા અને શૌર્યની પરંપરાઓ સતત વહેતી રહી છે. અને આ પવિત્ર ભૂમિ ઘણા ઋષિઓ અને દ્રષ્ટાઓનું નિવાસસ્થાન રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, રાજ્યના યુવાનો ભારતીય સેનામાં સેવા આપવા અને માતૃભૂમિનું રક્ષણ કરવા માટે ખૂબ ઉત્સાહ દર્શાવે છે. અને ઉત્તરાખંડના ઘણા જનપ્રતિનિધિઓએ દેશની લોકશાહી પરંપરાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.