જુલાઇ 15, 2024 3:33 પી એમ(PM) | વરસાદ | હવામાન

printer

ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે વાવાઝોડા અને વીજળીની પણ આગાહી કરી છે.
દિલ્હીમાં આજે સવારે વરસાદ થયો હતો, જેના કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે આંશિક વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે જેમાં હળવો વરસાદ અથવા તોફાનની સંભાવના છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.