હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું, પશ્ચિમ બંગાળની પર્વતીય ક્ષેત્રો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ગુરુવાર સુધી અતિભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આજે અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બિહાર અને ઓડિશામાં પણ અલગ અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે. બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ તથા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં આજે વહેલી સવારે વરસાદ પડ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 12, 2025 2:23 પી એમ(PM)
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહી.
