ઉત્તરાખંડના અલ્મોડાના વિનાયક વિસ્તારમાં બસ અકસ્માતમાં 6ના મોત થયા છે.રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળના જણાવ્યા અનુસાર, ભીખિયાસૈનથી રામનગર જતી બસમાં લગભગ 17 થી 18 લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.અકસ્માતની જાણ થતાં, વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પોહંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.પ્રધાનમંત્રી મોદીએ આ અકસ્માત અંગે દુ:ખ વ્યકત કરી. અસરગ્રસ્તોને ઝડપથી સાજા થવાની કામના વ્યકત કરી.
મુંબઈમાં ગઇકાલે રાત્રે ભાંડુપ પશ્ચિમ ઉપનગરીય વિસ્તારમાં બેસ્ટ બસે રાહદારીઓને કચડી નાખતા ચાર લોકોના મોત થયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા. રાહદારીઓ ઉપર એક બસ પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે અને એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના અંગે દુ:ખ વ્યકત કરી મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.