જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM)

printer

ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના દુગડ્ડાથી ગુમખાલ વિભાગના અપગ્રેડેશન માટે 390 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી

કેન્દ્ર સરકારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 534 ના દુગડ્ડાથી ગુમખાલ વિભાગના અપગ્રેડેશન માટે 390 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી આપી છે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 18.1 કિલોમીટરના લાંબા સેક્શનના મજબૂત બે-માર્ગીય રોડમાં વિકસાવશે. શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ વચ્ચે જોડાણ સુધારવાનો છે તેમણે ઉમેર્યું હતું કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચાર ધામ યાત્રા અને સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે વૈકલ્પિક માર્ગ તરીકે તથા વહીવટી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.