ઉત્તરાખંડમાં, રાજ્ય મંત્રીમંડળે ભૂતપૂર્વ અગ્નિવીરોને સૈન્યમાંથી પરત ફર્યા બાદ સરકારી સેવાઓમાં સીધી ભરતી માટે 10 ટકા અનામતને મંજૂરી આપી છે. મંત્રીમંડળે ગઈકાલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંજૂરી આપી હતી. આ અનામત રાજ્ય સરકાર હેઠળની સેવાઓમાં ગ્રુપ ‘સી’ ની ગણવેશધારી પોસ્ટ્સ સાથે સંબંધિત છે.આ દરમિયાન રાજ્ય મંત્રીમંડળે ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા (સુધારા) બિલ, 2025ને પણ મંજૂરી આપી, જેમાં ગેરકાયદેસર ધાર્મિક પરિવર્તનને રોકવા માટે કડક જોગવાઈઓ રજૂ કરાઇ છે.
Site Admin | ઓગસ્ટ 14, 2025 9:24 એ એમ (AM)
ઉત્તરાખંડમાં રાજ્ય મંત્રીમંડળે ભૂતપૂર્વ અગ્નિવીરોને સૈન્યમાંથી પરત ફર્યા બાદ સરકારી સેવાઓમાં સીધી ભરતી માટે 10 ટકા અનામતને મંજૂરી આપી
