ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 17, 2025 8:57 એ એમ (AM)

printer

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી વિનાશ – દેહરાદૂનમાં 13 લોકોના મોત

ભારતીય હવામાન વિભાગે આજે બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના અલગ અલગ સ્થળોએ આજે જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે.ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, દેહરાદૂનમાં 13 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે રાજધાની દહેરાદૂન સહિત રાજ્યના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.