ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લગભગ 100 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને રાહત પ્રયાસોની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને રાહત સામગ્રી, સલામત આશ્રય, ખોરાક, સ્વચ્છ પાણી અને આરોગ્ય સંભાળ સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે પુનઃપુષ્ટિ કરી હતી કે રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે સાથે જ છે.
હવામાન વિભાગે આજે દેહરાદૂન, નૈનિતાલ અને ચંપાવત જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, સાથે જ રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 2:13 પી એમ(PM)
ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારામાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું, 100 લોકોને બચાવાયા.