ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 2:58 પી એમ(PM)

printer

ઉત્તરાખંડમાં જે રીતે કામ કરવામાં આવ્યું તેમ ભાજપ દરેક રાજ્યમાં તેના શાસન હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ લાવશે:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ઉત્તરાખંડમાં જે રીતે કામ કરવામાં આવ્યું તેમ ભાજપ દરેક રાજ્યમાં તેના શાસન હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ લાવશે. બંધારણ અપનાવવાના 75 વર્ષ પર રાજ્યસભામાં ચર્ચાને અંતે, શ્રી શાહે સમગ્ર દેશમાં UCC લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. ગૃહમંત્રીએ કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો અને પાર્ટીને સ્પષ્ટતા કરવા કહ્યું કે ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં દરેક ધર્મ માટે સમાન કાયદો કેમ ન હોવો જોઈએ.
શ્રી શાહે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અંગેના તેના આક્ષેપો અંગે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા, કહ્યું કે મહારાષ્ટ્રના પરિણામો વિશે ફરિયાદ કરનારા કેટલાક લોકોએ ઝારખંડમાં ઉજવણી કરી, જ્યાં JMM-ની આગેવાની હેઠળના ઇન્ડિયા જૂથે વિધાનસભા ચૂંટણી જીતી હતી
સોમવારે રાજ્યસભામાં બંધારણના 75 વર્ષ પર ચર્ચા શરૂ થઈ અને બે દિવસ ચાલી હતા. જ્યારે ગયા અઠવાડિયે લોકસભામાં ચર્ચા થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.