નેશનલ ગેમ્સ મ્યુજિક ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી રાષ્ટ્રીય રમતોમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં મહિલાઓના 45 કિલોગ્રામાં વર્ગમાં કેરળની સુફના જાસ્મીને કુલ 159 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો જ્યારે મહારાષ્ટ્રની દીપાલી ગુરસાલેએ 151 કિલો વજન ઉપાડીને રજતચંદ્રક જીત્યો. મધ્યપ્રદેશની રાની નાયકે 146 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો.
પુરુષોની 55 કિલોગ્રામાં વર્ગમાં છત્તીસગઢના વિજય કુમારે રાષ્ટ્રીય ક્લીન-એન્ડ-જર્ક રેકોર્ડની બરાબરી કરી 248 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો. જ્યારે મહારાષ્ટ્રના મુકુંદ સંતોષ આહેરે 247 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક અને મહારાષ્ટ્રના ગૌડ આકાશ શ્રીનિવાસે 244 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો.
છત્તીસગઢની જ્ઞાનેશ્વરી દેવીએ મહિલાઓના 49 કિગ્રા વજન વર્ગમાં કુલ 191 કિગ્રા વજન ઉપાડીને સુવર્ણ, મહારાષ્ટ્રની સારિકાએ 179 કિલો વજન ઉપાડીને રજત અને હરિયાણાની કોમલ કોહરે પણ ૧૭૯ કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો.
સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ચૌધરી ઋષિકાંત સિંહે 61 કિગ્રા વર્ગમાં 273 કિગ્રા વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો. મહારાષ્ટ્રના સંકેત મહાદેવ સરગરે 259 કિલો વજન ઉપાડીને રજતચંદ્રક જીત્યો, જ્યારે શુભમ તાનાજી ટોડકરે 254 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો.
Site Admin | જાન્યુઆરી 31, 2025 9:15 એ એમ (AM) | નેશનલ ગેમ્સ મ્યુજિક
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી રાષ્ટ્રીય રમતોમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં મહિલાઓના 45 કિલોગ્રામાં વર્ગમાં કેરળની સુફના જાસ્મીને કુલ 159 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો.
