ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 8:11 પી એમ(PM)

printer

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ ; સાંજે પાંચ વાગ્યા સુધી એક કરોડ 75 લાખ શ્રધ્ધાળુઓએ નોંધણી કરાવી

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. આજે પ્રથમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી એક કરોડ 75 લાખ શ્રધ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ વર્ષે નોંધણી આધાર કાર્ડ દ્વારા પ્રમાણિત કરાશે. દરમિયાન ભક્તોએ પોતાના આધાર કાર્ડની વિગત આપવાની રહેશે.
યાત્રાળુઓની સુવિધાને ધ્યાને રાખી કુલ નોંધણીઓમાંથી, 60 ટકા ઑનલાઈન અને 40 ટકા ઑફલાઈન થશે. આ પ્રક્રિયાને સરળ બનાવવા હરિદ્વાર અને ઋષિકેશ સહિતના પ્રવાસ માર્ગ પર નોંધણી કેન્દ્રની સંખ્યા વધારાશે. યાત્રાળુઓ REGISTRATIONANDTOURISTCARE.UK.GOV.IN પર ઑનલાઈન નોંધણી કરાવી શકે છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે, પ્રવાસન વિભાગે આ વર્ષે યાત્રાના 40 દિવસ પહેલા ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.