ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થઈ છે. આ વર્ષે નોંધણી આધાર કાર્ડ દ્વારા પ્રમાણિત કરાશે અને ભક્તોએ નોંધણી દરમિયાન તેમના આધાર કાર્ડની વિગતો આપવાની રહેશે. કુલ નોંધણીઓમાંથી, 60 ટકા ઓનલાઇન જ્યારે 40 ટકા ઓફલાઇન થશે જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે, હરિદ્વાર અને ઋષિકેશ સહિતના પ્રવાસ માર્ગો પર નોંધણી કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવશે. યાત્રાળુઓ registrationandtouristcare.uk.gov.in પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
Site Admin | માર્ચ 20, 2025 7:29 પી એમ(PM)
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થઈ છે.
