ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના આપત્તિગ્રસ્ત ધરાલિ—હર્ષિલ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ ગુમ થયેલા લોકોને શોધવા અને મૂળભૂત સુવિધાઓ પુનઃસ્થાપિત કરવામાં લાગી છે.
સેના, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના સહકારથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 629 લોકોને બચાવાયા છે. મહારાષ્ટ્રથી આવેલા એક યાત્રિકે આ માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.
જિલ્લા અધિકારી પ્રશાન્ત આર્યએ કહ્યું, દરેક અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક રાહત તરીકે પાંચ હજાર રૂપિયાની રકમ અપાઈ છે. દરમિયાન રાજ્ય પોલીસ મહા-નિદેશક દીપમ સેઠે ગઈકાલે રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી. તેમણે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી પ્રસારિત કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
Site Admin | ઓગસ્ટ 9, 2025 4:58 પી એમ(PM)
ઉત્તરાખંડમાં આપત્તિગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં.
